દક્ષિણ કશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનને ફરી જીવતો કરનાર બુરહાન 7 વર્ષથી આતંકી ગતિવિધિઓમાં સક્રિય હતો. 14 વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો હતો. એન્કાઉંટર બાદ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. હિંસક પ્રદર્શનકારીઓએ જમ્મુ-શ્રીનગર હાઈવે પર સેનાના કેંપ પર પત્થરબાજી ઉપરાંત ઘણી ગાડીઓ પણ તોડફોડ કરી છે.
હાઈ વે પર ગાડીઓની અવર-જવર પર રોક મૂકવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઈ વે પર હંગામા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. ભગવતી નગર બસ સ્ટેશન પાસે શ્રદ્ધાળુઓના નવમાં જૂથને રોકવામાં આવ્યું છે.હાલત જોતા કશ્મીરમાં મોબાઈલ ઈંટરનેટ સાથે ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે. કશ્મીરમાં આજે થનારી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
શ્રીનગરના આઠ થાના ક્ષેત્ર સહિત પુલવામાં જિલ્લામાં કરફ્યૂ લગાડવામાં આવ્યો છે. આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉંટર બાદ હુરિયતે પણ કશ્મીર ઘાટીમાં બંધનું એલાન કર્યુ છે.