નવી દિલ્હીઃ કેરલ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સંયુક્ત આરબ અમીરાતથી ભારત માટે વિમાન સંચાલન માટે વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં સંયુક્ત આરબ અમીરાતમાંથી ભારતીય નાગરિકોને વતન પાછા લાવવાની વાત કરાઇ છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતે તમામ પ્રકારના ઉડ્ડયનોને બંધ કરી દીધા છે અને દેશમાં લોકડાઉનની સ્થિતિ છે.




નોંધનીય છે કે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1035 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કોરોના પોઝિટીવની સંખ્યા વધીને 7447 પર પહોંચી ગઇ છે.