ત્રિસૂરઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદી આજે કેરલ પહોંચ્યા હતા. તેમણે ત્રિસૂરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદીએ અહીંના પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, દેશના ગરીબોને પોતાનું ઘર વેચવું ના પડે એ માટે અમે પાંચની સુવિધા આપી રહ્યા છીએ પરંતુ કેરલના લોકોને આ સુવિધા મળી રહી નથી કારણ કે અહીંની સરકારે આ સુવિધા લાગુ કરવાની મનાઇ કરી છે. અમે અપીલ કરીએ છીએ કે તે સ્વીકાર કરે અને કેરલના લોકોને તેનો ફાયદો મળી રહે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે રાજનીતિમાં સરકાર બનાવવા માટે નથી. અમે લોકોની સેવા કરવા માટે છીએ. જનતા ઇશ્વરનું રૂપ છે. આ ચૂંટણીમાં લોકોએ એ જોયું છે. રાજકીય પાર્ટીઓ જનતાનો મૂડ જોઇ શકી નહીં. પરંતુ પ્રજાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષના નેતા કહે છે કે કેરલમાં ભાજપ ખાતુ ખોલાવી શક્યો નથી પરંતુ મોદીએ પ્રજાનો ધન્યવાદ માન્યો હતો. કેરલ મારા માટે બનારસ જેટલું પ્રિય છે. મોદીએ ત્રિસૂરના ગુરુવાયૂર મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં કમળથી તેમને તુલા કરવામાં આવ્યુ હતું.