સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ વિકલ્પો પર વિચાર કરી રહી છે. કોંગ્રેસમાં એક કાર્યકાળી અધ્યક્ષ અથવા પાર્ટી ચલાવવા માટે નેતાઓનું એક ગ્રુપ બનાવવામાં આવી શકે છે. રાહુલ ગાંધી હાલ કેરળ પ્રવાસ પર છે તેઓ પરત આવશે ત્યારે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકાને ઉત્તરપ્રદેશમાં પૂર્વાચલની જવાબદારી સોંપી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા આ જિલ્લાઓમાં તમામ પાર્ટી અધ્યક્ષો પાસેથી પણ હારના કારણો જાણવાનો પ્રયાસ કરશે. મુલાકાત અને સવાલ-જવાબોના આ પ્રવાસ બાદ પાર્ટી ભવિષ્યની રણનીતિ અને ફેરફારો પર નિર્ણય કરશે.
1 જુને દિલ્હીમાં મળેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયાની સંસદીય દળા નેતા તરીકેની પસંદગી કરાઈ હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે, અમે લોકસભામાં ભાજપને વોકઓવર નહીં આપીએ.