કોચ્ચિ: કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ઈમારતને ધરાશાયી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને શનિવારે લાગુ કરવામા આવ્યો અને વિસ્ફોટથી ગેરકાયદે બે બિલ્ડિંગોને ધરાશાયી કરવામાં આવી હતી. પહેલા ગેરકાયદે હોલી ફેથ એચ 20ને સવારે 11.18 વાગ્યે ધરાશાયી કરવામાં આવી હતી. બાદમાં થોડી મીનિટો બાદ અલ્ફા સેરેને બિલ્ડિંગના ટાવરોને ધરાશાયી કરવામાં આવ્યા હતા.


કેરળમાં સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે આજે મરદૂ વિસ્તારમાં આવેલ આલ્ફા સરેન અને હોલી ફેથ બિલ્ડીંગને ધરાશાયી કરવામાં આવી હતી. બંને બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામા આવ્યું હતું જેથી સુપ્રિમકોર્ટે તેને ઘરાશાયી કરવાનો આદેશ આપ્યો હતો. 18 માળની હોલી ફ્લેથ બિલ્ડીંગમાં 90 ફલેટ હતા. જ્યારે આલ્ફા સેરેનમાં 73 ફલેટ હતા.


આવતી કાલે મરદૂમાં જૈન અને ગોલ્ડન ફ્લીટ બિલ્ડીંગને પણ પાડવામાં આવશે. કારણકે આ બંને બિલ્ડીંગનું બાંધકામ પણ ગેરકાદેસર રીતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આજે જે બંને બિલ્ડીંગો પાડવામાં આવી તેમા 800 કિલો વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે બ્લાસ્ટ કરતી વખતે આસપાસના વિસ્તારમા ધારા 144 લાગૂ કરવામાં આવી હતી.