kedarnath: ઉત્તરાખંડના કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને અન્ય સ્થળે એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ આ ખામીયુક્ત કેસ્ટ્રેલ હેલિકોપ્ટર જમીન પર પડ્યું હતું. જે સમયે આ હેલિકોપ્ટર જમીનમાં પડ્યું ત્યાં નીચે કોઈ નહોતું. આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દહેરાદૂન લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખામીયુક્ત હેલિકોપ્ટર સંતુલન ગુમાવવાને કારણે  ઊંચાઈએ નીચે પડી ગયું હતું. સારી વાત એ છે કે તે ભીડભાડવાળા વિસ્તારમાં ન પડ્યું.


 






મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટરનું 24 મેના રોજ ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જે બાદ ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને MI 17 હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર થરુ કેમ્પ પાસે નદીમાં પડી ગયું હતું. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ SDRFના જવાનોએ હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.


જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં 24 મે, 2024ના રોજ ટેક્નિકલ ખામીના કારણે પાયલટની સજાગતાને કારણે હેલીકોપ્ટરનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે હેલીકોપ્ટરમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું.


પર્યટન અધિકારીએ જણાવ્યું કે હેલીકોપ્ટરને શનિવારે રિપેર કરાવવા માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી, જે મુજબ ક્રિસ્ટલ એવિએશનની હેલીકોપ્ટરને એરફોર્સના એમઆઈ 17 હેલિકોપ્ટરથી લટકાવીને લગભગ 7 વાગ્યે ગૌચર લઈ જવામાં આવવાનું હતું. જો કે, ઉડાનભર્યાના થોડે દૂર પહોંચતાની સાથે જ હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે MI 17 એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું, જેના કારણે થરુ કેમ્પની નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરને MI 17 પરથી નીચે ઉતારવું પડ્યું. હેલીકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને હેલીકોપ્ટર ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.


આ પણ વાંચો...


રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીએ બનાવી નવી યોજના! જાણો પીએમ મોદી સાથે તેનો શું છે સંબંધ