કાશ્મીર ઘાટીમાં સૈન્યની હાજરીમાં આવશે બદલાવ, વધુ સૈનિકો તૈનાત કરાશે
abpasmita.in | 09 Sep 2016 12:04 PM (IST)
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવશે જેના કારણે સૈન્યની ભૂમિકા વધી જવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઘાટીમાં સૈન્યમાં વધારો કરવાનો હેતુ છેલ્લા ઘણા સમયથી થઇ રહેલા પ્રદર્શનને માનવામાં આવી રહ્યું છે. આતંકી બુરહાન વાનીને અથડામણમાં ઠાર માર્યા બાદ આ પ્રદર્શનો શરૂ થયા હતા. સૈન્ય જાણે છે કે તે ભીડ અને હિંસક પ્રદર્શન પર કાબૂ મેળવવા માટે તૈયાર નથી કારણ કે તેમની પાસે ઓટોમેટિક હથિયારો હોય છે અને તેમને ફાયરિંગ કરી ઠાર મારવાની ટ્રેનિંગ આપવામાં આવે છે પણ તેનો અહીં ઉપયોગ કરી શકાય નહીં. કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ પાસે વિરોધપ્રદર્શન પર કાબૂ મેળવવાની તાલીમ મળેલી હોય છે. સૈન્ય પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગ શુક્રવારે જમ્મુ કાશ્મીર આવી રહ્યા છે.