મુંબઈ: ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મહેસૂલપ્રધાન એકનાથ ખડસેએ રાજીનામું આપ્યું છે. લાંબી રાજકિય કારકીર્દી ધરાવતા ખડસે પર ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ દાઉદ સાથે ફોન પર વાત કરવાનો આક્ષેપ છે અને આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આરોપ છે કે જમીન ખરીદવા અંગે ખડસેએ પોતાના મોબાઈલ ફોનથી દાઉદની પત્નીના નામે રજિસ્ટર મોબાઈલ પર વાત કરી હતી. આ અંગે જલગાંવના હેકર મનિષ ભાંગલેએ ઘટસ્ફોટ કર્યો હતો.


આ ઉપરાંત એમઆઈડીસીની  65 કરોડ રૂપિયાની જમીન પત્ની અને જમાઈનાં નામ પર 3.75 કરોડના સસ્તા ભાવે ખરીદવાનો આક્ષેપ છે, એટલું જ નહીં, તેમના પીએ ગણેશ પાટિલે તેમના બંગલા અને કાર્યાલયમાં બેસી ૩૦ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આવા આરોપો બાદ ખડસેએ રાજીનામુ આપ્યું હતું.