હોળી તરત બાદ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ ભેટ તૈયાર રાખી છે. માટે 1 એપ્રિલ એટલે કે આજથી 11.66 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવાનું શરૂ થઈ રહ્યું છે. આજથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ ખેડૂતોને આઠમો હત્પો મળવાનું શરૂ થઈ જશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આપશે.
જ્યારે ખેડૂતોનો સાતમો હપ્તો 25 ડિસેમ્બર 2020ના રોજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે હાલમાં 11.66 કરોડ ખેડૂતો આ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ છે. ખેડૂતો પોતાના પેમેન્ટનું સ્ટેટસ પીએમ કિસાન સમ્માન નિધિનની વેબસાઈટ (https://pmkisan.gov.in/) પર જઈને ચેક કરી શકે છે. જેથી જાણી શકાય કે ક્યા ખેડૂતોને ક્યો હપ્તો મળ્યો છે અને કોને નથી મળ્યો.
કેટલાક ખેડૂતો નથી ઉઠાવી શક્યા યોજનાનો લાભ
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં આવવા લાગશે. પરંતુ હજુ પણ ઘણાં ખેડૂતો એવા છે જેને એક પણ હપ્તો મળ્યો નથી. જ્યારે કેટલાક એવા છે જેનો હપ્તો રોકી દેવામાં આવ્યો છે. માટે બેનિફિશિયરી લિસ્ટ દ્વારા જ ખેડૂતો જાણી શકે છે કે આ વખતે તેમનો હપ્તો આવશે કે નહીં.
લિસ્ટમાં આવી રીતે ચેક કરો તમારૂ નામ
- સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશીયલ વેબસાઈટ https://pmkisan.gov.in ઉપર જવાનું રહેશે.
- તેના હોમપેજ ઉપર તમને Farmers Cornerનો ઓપ્શન દેખાશે.
- Farmers Corner સેક્શનની અંદર તમારે Beneficiaries Listના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમને ડ્રોપ ડાઉન લીસ્ટમાં રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
- તે બાદ તમારે Get Report ઉપર ક્લિક કરવાનું રહેશે. તે બાદ લાભાર્થિઓને સામે આખુ લિસ્ટ સામે આવશે. જેમાં તે તેનું નામ ચેક કરી શકે છે.
આવી રીતે રજીસ્ટર કરાવી શકો છો તમારૂ નામ
- ખેડૂતોને સૌથી પહેલા https://pmkisan.gov.in/ પર દેવામાં આવેલા Farmer Corner ટેબમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ખેડૂતોને પોતાનું રજીસ્ટર કરવાનો વિકલ્પ દેવામાં આવ્યો છે.
- Farmer Corner ટેબમાં New Registration ના વિકલ્પ ઉપર ક્લિક કરો.
- આમ કરતાની સાથે જ નવુ પેજ ખુલી જશે. જેમાં તમારે આધાર નંબર એન્ટર કરવાથી રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં સમગ્ર જાણકારી ભરો,તેમાં તમારૂ નામ, જેન્ડર, કેટેગીરી, આધારકાર્ડ, રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મતારીખ, વિગેરે જાણકારી દેવાની હોય છે.
- તમામ જાણકારી ભર્યાં બાદ saveના વિકલ્પ ઉપર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન માટે ફોર્મને submit કરો.