Kolkata Municipality Election Results: કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 144 સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ટીએમસીએ 7 બેઠકો જીતી છે. ટ્રેન્ડમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને બહુમતી મળી છે. શાસક પક્ષ TMC 134 વોર્ડમાં આગળ છે. જ્યારે ભાજપ 3, કોંગ્રેસ 2, ડાબેરી 4 અને અન્ય 1 વોર્ડ પર આગળ છે. અત્યાર સુધી મળેલા મતોની ટકાવારી મુજબ ટીએમસીને 74.2 ટકા, ભાજપને 8 ટકા અને ડાબેરીઓને 9.1 ટકા વોટ મળ્યા છે.


મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભાભી કજરી બેનર્જીએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ વોર્ડ નંબર 73 પરથી ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ વોર્ડ નંબર 73માંથી 3,738થી વધુ મતોથી આગળ છે.


કજરી બેનર્જીને ટીએમસી દ્વારા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તે જ વોર્ડમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યાં સીએમ બેનર્જી પોતે રહે છે અને આ વોર્ડ એ જ ભબાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં છે, જ્યાંથી પેટાચૂંટણી જીતીને મુખ્યમંત્રી પણ ધારાસભ્ય બન્યા છે.


મમતાને 6 ભાઈઓ છે અને કજરી કાર્તિક બેનર્જીની પત્ની છે.મમતા બેનર્જીના કુલ 6 ભાઈઓ છે, પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય રાજ્યના ચૂંટણી રાજકારણમાં પ્રત્યક્ષ રીતે ભાગ લીધો નથી, પરંતુ આડકતરી રીતે તેઓ કાર્તિક બેનર્જીની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. ઉદાહરણ તરીકે, કાર્તિક બેનર્જી ટીએમસી જય હિંદ બહિનીના પ્રમુખ છે અને કજરી બેનર્જી તેમની પત્ની છે. એક ભાઈ બાબુન બેનર્જી મોહન બાગનના ફૂટબોલ સેક્રેટરી છે અને ગણેશ બેનર્જી કજરી બેનર્જીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.


કજરી રૂ. 3.89 કરોડની સંપત્તિના માલિક છે


53 વર્ષીય કજરી બેનર્જીએ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ સભ્યના ઉમેદવાર તરીકે તેમના ચૂંટણી એફિડેવિટમાં રૂ. 3.89 કરોડની સંપત્તિ જાહેર કરી છે. તેમાં 2,45,56,883.40 રૂપિયાની જંગમ સંપત્તિ અને 1,41,26,116.50 રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. તે કોલકાતાના પ્રતિષ્ઠિત કાલીઘાટ વિસ્તારની એ જ હરીશ ચેટર્જી સ્ટ્રીટમાં પણ રહે છે, જ્યાં મમતા બેનર્જીનું નિવાસસ્થાન પણ છે.