Auli Hill Station:  તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનથી ઉત્તરાખંડ ફરી ચર્ચામાં આવી ગયું છે. એક ઈન્ટરવ્યુમાં નીતિન ગડકરીએ કહ્યું કે ઉત્તરાખંડના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત ઔલી(auli)ના રસ્તાઓને સ્વિટ્ઝર્લેન્ડ  જેવા બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઔલી ઉત્તરાખંડનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન (Hill Station)છે.


અહીંની પ્રાકૃતિક સુંદરતા, હરિયાળી અને પહાડો લોકોને મોહિત કરે છે. આવી સ્થિતિમાં, ઔલીના વિકાસ અને ત્યાં જવા માટે પર્યટનમાં સુધારો કરવા વિશે નીતિન ગડકરીનું નિવેદન ખરેખર મહત્વનું છે. ચાલો જાણીએ કે ઔલી શા માટે પ્રખ્યાત છે, ઔલીમાં જોવાલાયક સ્થળો કયા કયા છે અને ત્યાં કેવી રીતે જઈ શકાય.


ઓલી ક્યાં આવેલું છે?
ઔલીની વાત કરીએ તો આ હિલ સ્ટેશન ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. હિમાલયની ટેકરીઓ વચ્ચે આવેલું ઓલી પ્રવાસન તેમજ સ્કીઇંગ માટે જાણીતું છે. ગઢવાલી ભાષામાં ઘાસના મેદાનને ઓલી બુગ્યાલ કહેવામાં આવે છે. ઓલીની આસપાસ લીલાછમ ઘાસના મેદાનો છે અને તેથી આ વિસ્તાર ઓલીના નામથી પ્રખ્યાત થયો. અહીં તમે હરિયાળી ખીણોની સાથે બરફથી ઢંકાયેલ હિમાલયના પર્વતો જોઈ શકો છો.


ઓલીમાં જોવાલાયક સ્થળો
ઔલીની વિશેષતા એ છે કે અહીંથી નંદા દેવી પર્વત, નાગા પર્વત, હાથી પર્વત અને ગૌરી પર્વત જેવી દુર્લભ જગ્યાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં શિયાળાની ઋતુમાં પર્વતો સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ જાય છે. પહાડો પર સ્કીઇંગ કરવા માટે આખા ભારતમાં આ સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. જે લોકો ટ્રેકિંગના શોખીન છે તેમના માટે ઔલી સ્વર્ગ સમાન છે કારણ કે અહીંથી જોશીમઠ જવાનો અદ્ભુત ટ્રેકિંગ માર્ગ છે જે ખૂબ જ લોકપ્રિય છે.


ઓલીની બીજી સૌથી મોટી વિશેષતા ચતર કુંડ તળાવ છે. આ વિશ્વનું સૌથી ઊંચું સરોવર છે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીંના ઘોસો બુગ્યાલ પણ ખૂબ જ સુંદર અને હરિયાળી જગ્યા છે, તેની સાથે જ નંદા દેવી નેશનલ પાર્ક અને જોશીમઠ જતો રોપ-વે પણ અદ્ભુત અનુભવ કરાવે છે.


ઓલીના સુંદર નજારા જોવા માટે તમે કેબલ કારમાં પણ બેસી શકો છો. ઓલીમાં જવું ખૂબ જ સરળ છે. જો દિલ્હીની વાત કરીએ તો ઔલી દિલ્હીથી 504 કિલોમીટર દૂર છે. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટથી ઔલીનું અંતર 180 કિલોમીટર છે. તમે અહીં કાર દ્વારા સરળતાથી પહોંચી શકો છો.


આ પણ વાંચો...


દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગયા વર્ષે 180000000થી વધુ પ્રવાસીઓ આવ્યા