નવી દિલ્હીઃ કોરોના મહામારીના (Corona Pandemic) કારણે ઓફિસમાં કામ કરનારા લોકોની લાઇફ વર્ક ફ્રોમ હોમ (Work From Home) શિફ્ટ થઈ ગઈ છે. જેના કારણે કપલ્સને ઘરમાં સાથે સમય વીતાવવાનો મોકો તો મળી રહ્યો છે પરંતુ તેમ છતાં શારીરિક સંબંધ બનાવવાની ગતિવિધિમાં ઘટાડો થયો છે. સેક્સોલોજિસ્ટ આ વાતનો દાવો કરી રહ્યા છે. એક્સપર્ટ કહે છે કે કોરના વાયરસના ડરથી લોકો પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધતા પણ ડરે છે. પાર્ટનર સાથે સંબંધથી જીવલેણ સંક્રમણનો ડર લોકોને સતાવી રહ્યો છે. છેલ્લી દોઢ વર્ષથી લોકોની સેક્સ લાઇફમાં મોટો બદલાવ આવ્યો છે.


આ લક્ષણોએ વધારી ચિંતા


ધ વીકના રિપોર્ટ મુજબ એક્સપર્ટ કહે છે કે સેક્સુઅલ રિસપોન્સ ઉત્તેજના અને કામોત્તેજના પર નિર્ભર કરે છે. કોવિડ-19ના કારણે વધેલી એન્ઝાઇટીએ ડિપ્રેશનમાં વધારો કર્યો છે. જેના કારણે લોકો સેક્સથી દૂર ભાગી રહ્યા છે. એક્સપર્ટના કહેવા મુજબ કોવિડ-19 કોઈ પણ વ્યક્તિની સેક્યુઅલ લાઇફને તબાહ કરી શકે છે.  કોવિડ-19થી શરીરમાં આવતી નબળાઈ, શ્વાસમાં તકલીફ સીધી ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનની બીમારીને આમંત્રણ આપી શકે છે. આ વાતને લઈ ડોક્ટર્સ વધારે ચિંતિત છે.


એક્સપર્ટ એમ પણ કહે છે કે વેક્સિનેશન બાદ પાર્ટનર્સ સાથે શારીરિક સંબંધ બનાવવામાં મામલા વધ્યા છે. જોકે વેક્સિનેટ થયા બાદ કેટલાક લોકો સંક્રમણનો શિકાર બને છે. તેથી કપલ્સના મનમાંથી ડર નીકળી શકતો નથી.  આ ઉપરાંત કેટલાક લોકો કોવિડ-19 વેક્સિનથી ઈનફર્ટિલટીનો ખતરો વઝી જતો હોવાના ભ્રમમાં રહે છે. થોડા સમય પહેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સુનિશ્ચિત કર્યુ હતું કે કોરોના વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે અને તેનાથી શરીરમાં કોઈ આડઅસર નથી.


ડોક્ટર્સ શું આપે છે ટિપ્સ


કોરોના કાળમાં સેક્સ લાઇફ સારી રાખવા એક્સપર્ટ પણ અનેક પ્રકારની ટિપ્સ આપે છે. તેમનું કહેવું છે કે લાઇફસ્ટાઇલમાં થોડો સુધારો કરવાથી મોટો લાભ થશે. રોજના ડાયેટમાં લીલી શાકભાજી તથા ફળ સામેલ કરવા જોઈએ. પ્રોટીન અને ફાયબર યુક્ત ડાયટ લેવું જોઈએ. નિયમિત રીતે વર્કાઉટ કરવું જોઈએ. આ બધું કરવાશી મોટો ફાયદો થાય છે.