નવી દિલ્હીઃ કોરોનાના કારણે વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં લાખો લોકોનો પોતાનો શિકાર બનાવનારી મહામારીનો સૌથી મોટો શિકાર તો બાળકો બન્યા છે. જે સંક્રમિત તો નથી થયા પરંતુ નિરાધાર થઈ ગયા છે. મીડિયા રિપોર્ટસમાં સામે આવેલી જાણકારી મુજબ વિશ્વભરમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 11 લાખથી વધારે બાળકોએ માતા-પિતા કે બંનેમાંથી એક ગુમાવ્યા છે. જેમાંથી 1.19 લાખ બાળકો ભારતના છે.


લાન્સન્ટમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે માતા-પિતા કે બંનેમાંથી એક ગુમાવનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. મેક્સિકોમાં 1.40 લાખ અને બ્રાઝીલમાં 1.30 લાખ બાળકોએ માતા-પિતા પૈકી એકની છત્રછાયા ગુમાવી છે. 1 માર્ચ 2021 થી 30 એપ્રિલ 2021 સધી 11.34 લાખ બાળકોના મા કે બાપનું કોરોનાથી નિધન થયું હતું.


રિપોર્ટ મુજબ મહામારી શરૂ થયા બાદના 14 મહિનામાં 11 લાખથી વધારે બાળકોએ તેમના માતા-પિતા કે બંનેમાંથી એકને ગુમાવ્યા છે. 50 હજારથી વધુ બાળકોએ તેમના દાદા-દાદી ગુમાવ્યા છે. માર્ચ 2021 થી એપ્રિલ 2021 દરમિયાન ભારતના અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યામાં 8.5 ટકાનો વધારો થયો છે. આવા બાળકોએ તેમના માતા-પિતાનું મોત, ગરીબી જેવી અનેક ચીજો ઘણી નાની ઉંમરમાં જોઈ છે. જેના કારણે તેમના સ્વભાવ અને માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.


કોરોનાના કુલ કેસ



  • કુલ કેસ: 3,12,16,337

  • એક્ટિવ કેસ: 4,07,170

  • કુલ રિકવર: 3,03,90,687

  • કુલ મોત: 4,18,480

  • કુલ રસીકરણ: 41,54,72,455


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.