નવી દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી કોરોના વાયરસ સામેની જંગમાં દરેક શક્ય પગલા લઈ રહ્યા છે. હવે પીએમ મોદીની કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટર, 1954 અંતર્ગત પગાર, ભથ્થા અને પેંશનના વટહૂકમને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત હવે તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે.

પીએમ મોદીના પગારમાંથી 30 ટકા દર મહિને એક વર્ષુ કાપવામાં આવશે. એવામાં તમને ખબર છે કે પીએમને કેટલા પગાર મળે છે. જ્યારે 30 ટકા ઘટાડા બાદ પીએમ મોદીને કેટલો પગાર મળશે. જાણો જાણીએ વિગતે.....

પીએમને કેટલો મળે છે પગાર

દેશના પ્રધાનમંત્રીને દર મહિને 1 લાખ 60 હજાર રૂપિયાનો પગાર મળે છે.

ઘટાડા બાદ કેટલો હશે પગાર

જો પ્રધાનમંત્રીનો માસિક પગાર 1 લાખ 60 હજારથી 30 ટકા ઘટાડવામાં આવે તો 48,000 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે હવે પ્રધાનમંત્રીને દર મહિને એક લાખ 12 હજાર રૂપિયા પગાર મળશે.

કેબિનેટનો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે. એટલે કે કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 અંતર્ગત પગાર, ભથ્થાં, અને પેંશનમાં સંશોધનના વટહૂકમને મંજૂરી આપી જેમાં સંસદના તમામ સભ્યોના પગાર અને પેંશન એક વર્ષ માટે 30 ટકા ઘટાડવામાં આવ્યા. જણાવીએ કે આ ઘટાડો 1 એપ્રિલ 2020થી લાગુ થશે.