નવી દિલ્હીઃ આધાર કાર્ડની મહત્ત્વ હવે વધી ગયું છે. દરેક જગ્યાએ તેની જરૂરત પડે ચે. આધાર કાર્ડ વગર અનેક કામ અટકી જાય છે. આધાર 12 આંકડાનો એક વિશેષ નંબર છે, તેને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ) આપે છે. આધાર કાર્ડ બનાવવા માટે ઓળખનો પુરાવો અને રહેઠાણના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડે છે. પરંતુ હવે કોઈપણ ડોક્યુમેન્ટ્સ વગર આધાર કાર્ડ બની શકે છે. હવે તમે આધાર કેન્દ્ર પર રહેલ ઇન્ટ્રોડ્યૂસરની મદદ દ્વારા પણ આધાર કાર્ડ બનાવી શકાય છે. આવો જાણીએ યૂાઈડીએઆઈની આ નવી સુવિધા વિશે.


UIDAIએ ડોક્યુમેન્ટ વિના આધાર બનાવવાની સુવિધા આપી છે. ઇન્ટ્રોડ્યુસર તે વ્યક્તિ છે જેને રજીસ્ટ્રાર દ્વારા ત્યાંના આવા નિવાસીઓનું વેરિફિકેશન કરવા માટે અધિકૃત કરવામાં આવે છે, જેની પાસે ઓળખ કે રહેઠાણનો પુરાવો નથી. ઇન્ટ્રોડ્યુસર પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે અને કોઇ અરજદાર સાથે તેનું રજીસ્ટ્રેશન સેન્ટર પર હાજર રહેવું ફરજિયાત છે.

ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારની ઓળખ અને એડ્રેસ કન્ફર્મ કરવુ જરૂરી છે. તેણે આ માટે એનરોલમેન્ટ ફોર્મ પર હસ્તાક્ષર કરવાના હોય છે. UIDAI તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારના નામે સર્ટિફિકેટ જારી કરવાનું હોય છે. તેની વેલીડીટી 3 મહિનાની હોય છે.

જો તમારી પાસે ઓળખ કે રહેઠાણનો પુરાવો ન હોય તો પણ તમે આધાર માટે અરજી કરી શકો છો. તેના માટે તેનું નામ પરિવારના કોઇ ડોક્યુમેન્ટ જેવા કે રાશન કાર્ડમાં હોવું જોઇએ. આ મામલામાં તે જરૂરી છે કે પહેલાં પરિવારના મુખિયાનું રહેઠાણ કે ઓળખના પુરાવા દ્વારા  આધાર બન્યુ હોય. તે બાદ પરિવારનો મુખિયા પરિવારના અન્ય સભ્યોનો ઇન્ટ્રોડ્યુસર બની શકે છે.