PM Kisan Yojana: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Scheme)નો 11મો હપ્તો (pm kisan 11th installment) જલદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામા આવશે. જો તમે હજુ આ યોજના માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તો ફટાફટ કરાવી લો, એપ્રિલ મહિનાના અંતમાં સરકાર ખેડૂતોના ખાતમાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. જાણો તમે કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
પીએમ કિસાન યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન-
તમારે અરજી કરવા માટે તમારે સૌથી પહેલા આની અધિકારિક વેબસાઇટ pmkisan.gov.in પર જવાનુ છે.
અહીંથી તમારે હૉમ પેજ પર Farmer Corners ઓપન કરો.
હવે તમાને એક નવુ ખેડૂત રજિસ્ટ્રેશનન ઓપ્શન દેખાશે.
તમારે અહીં ફોર્મ ફિલ કરવાનુ છે.
આ પછી માંગવામાં આવેલી તમામ જાણકારી નોંધો અને બસમીટ કરી દો.
હવે માંગવામાં આવેલા તમામ ડૉક્યૂમેન્ટ અપલૉડ કરીને અરજી પ્રક્રિયા પુરી કરી દો.
કયા કયા ડૉક્યૂમેન્ટની જરૂર પડશે -
આધાર કાર્
બેન્ક ડિટેલ્સ
ખાતાની જાણકારી અને ડિટેલ્સ
મોબાઇલ અને પાસપોર્ટ સાઇઝ ફોટો
ક્યાર સુધી આવશે 11માં હપ્તાના પૈસા ?
પીએમ ખેડૂત સ્કીમ અંતર્ગત ખેડૂતોને પહેલા હપ્તાના પૈસા 1 એપ્રિલથી 31 જુલાઇની વચ્ચે આપવામાં આવશે. વળી, બીજો હપ્તાના પૈસા 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામા આવે છે. આ હિસાબે જોઇએ તો એપ્રિલની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 11માં હપ્તાના પૈસા ટ્રાન્સફર થઇ જશે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?