નવી દિલ્હીઃ લદ્દાખની પાસે આવેલ ગલવાન ખીણ વિવાદિત ક્ષેત્ર અક્સાઈ ચીનમાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC અક્સાઈ ચીનને ભારતી અલગ કરે છે. અક્સાઈ ચીનને વિવાદિત ક્ષેત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભારત અનેચીન બન્ને એ વિસ્તાર પર પોતાનો દાવો કરેછે. આ ખીમ ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે. ગલવાન નદીની પસે હોવને કારણે આ વિસ્તારને ગલવાન ખીણ કહેવામાં આવે છે.


ગલવાન ખીણમાં થયેલ અથડામણાં ભારતના 20 જવાન શહીદ

છેલ્લાં ઘણાં દિવસોથી ગલવાન ખીણમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધ્યો હતો. અહીં 16 ચૂનના રોજ ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં ભારતના એક કર્નલ સહિત 20 જવાનો શહિદ થયા. કહેવાય છે કે, આ અથડામણમાં ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા છે.

ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ગલવાન ખીણ?

JNUના પૂર્વ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના જાણકાર એસડી મુનિ જણાવે છે કે, ગલવાનખીણ ભારત માટે રણનીતિક રીતે ઘણું મહત્ત્વનું છે. કારણ કે તે પાકિસ્તાન, ચીન અને લદ્દાખની સરહદની સાથે જોડાયેલ છે. તેમણે આગળ કહ્યું કે, 1962ના યુદ્ધ દરમિયાન પણ ગલવાન ખીણ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું.

ગલવાન ખીણ પોતાના નિયંત્રણમાં રાખવા માગે છે ચીન

એવું કહેવાય છે કે, ચીન હવે સમગ્ર ગલવાન ખીણને પોતાના નિયંત્રણમાં કરવા માગે છે. ચીનનું માનવું છે કે, જો ભારત અહીં નિર્માણ કરી લેશે તો રાણનીતિક રીતે ગલવાન ખીણમાં તે પોતાની મજબૂત સ્થિતિ બનાવી લેશે. જોકે, હજુ પણ ભારત સરકારનું કહેવું છે કે, તે ગલવાન ખીણ સહિત સમગ્ર લદ્દાખમાં નિર્માણ કાર્ય ચાલુ રાખશે.

ગલવાન નદીના આ વિસ્તારમાં ચીનને તિરંગો દેખાય એ માટે ભારતે કેટલીક ચોંકીઓ બનાવી હતી. જોકે 2016માં અહેવાલ આવ્યા હતા કે ચીને પણ ગલવાન ખીણના મધ્ય બિંદુ સુધી પાક્કો રસ્તો બનાવી લીધો છે. તેની સાથે જ તેણે ગલવાન ખીણની આસપાસના વિસ્તારમાં અનેક ચોકીઓનું નિર્માણ પણ કર્યું. જણાવીએ કે, અહીંથી કેટલાક અંતર પર ચીનનું એક મોટું બેસ પણ છે. 1962ના યુદ્ધ બાદથી ચીન આ વિસ્તારમાં નિષ્ક્રિય રહયું હતું, પરંતુ છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં ચીન ફરી એક વખત ગલવાન ખીણમાં સક્રિય થયું છે.

ચીને ભારત પર લગાવ્યો હતો તણાવનો આરોપ

છેલ્લાં ઘણાં દિવસથી ગલવાન ખીણમાં ભારત અને ચીનની વચ્ચે તણાવના અહેવાલ સામે આવી રહ્યા હતા. જોકે, ચીનને આ તણાવ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું હતું કે, “ભારતે આ વિસ્તારમાં રક્ષા સંબંધિત અનેક ગેરકાયેદસર નિર્માણ કર્યા છે. તેના કારણે જ ચીનને ત્યાં પોતાના જવાન મોકલવા પડ્યા હતા. ચીને ભારત પર આરોપ લગાવ્યો હતો કે કોરોનાથી મુદ્દો ભટકાવવા માટે તેણે ગલવાન ખીણમાં તણાવ ઉભો કર્યો છે.”