નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે બોર્ડર વિવાદ ચાલી રહ્યો છે, મંગળવારે રિપોર્ટ આવ્યા કે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગલવાવ વેલીમાં હિંસક ઝપાઝપી થઇ, અને આ ઝપાઝપીમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઇ ગયા, સામે પક્ષે પણ નુકશાન થયુ હતુ. ભારત અને ચીન બોર્ડર તણાવ પર અમેરિકાએ પહેલીવાર સ્ટેટમેન્ટ આપ્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે ભારત અને ચીન સીમા વિવાદ પર નજર રાખી રહ્યાં છીએ. અમે શાંતિપૂર્ણ સમાધાનનો સ્વીકાર કરીએ છીએ.

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટી પર એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક ઝડપ થઇ, બન્ને સેનાઓને નુકશાન થયુ હતુ.



આના પર અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે એલઓસી પર ભારતીય અને ચીની સેનાઓ વચ્ચેની ઘટનાઓ પર નજર રાખી રહ્યાં છીએ. અમે નોંધ્યુ છે કે, ભારતીય સેનાએ જાહેરાત કરી છે કે 20 જવાન શહીદ થયા છે, અને અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારત અને ચીન બન્નેએ તણાવ ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, અમે હાલની સ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાનનો સ્વીકાર કરીએ છીએ.



ઉલ્લેખનીય છે કે, 2જી જૂન, 2020એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે ફોન પર થયેલી વાર્તામાં ભારત-ચીન સીમા પર સ્થિતિ પર ચર્ચા થઇ હતી.



ભારતીય સેનાએ મંગળવારે કહ્યું કે, ચીની સૈનિકો સાથે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. નિવેદનમાં કહ્યું કે, આટલી જ સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે. ભારતીય અને ચીની સૈનિકો 15-16ની દરમિયાની રાત્રે ગલવાન ઘાટીમા એકબીજા સામે ભીડાઇ ગયા, આ દરમિયાન 17 જેટલા ભારતીય સૈનિકો ગંભીર રીતે ગાયલ થઇ ગયા, આની સાથે જ ઝપાઝપીમાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા 20 થઇ ગઇ હતી.

અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતીય સેના દ્રઢતાથી રાષ્ટ્રની ક્ષેત્રિય અખંડતા અને સંપ્રભુતાની રાક્ષા માટે પ્રતિબદ્ધ છે.