આગ્રાના કટરા ફૂલેલમાં રહેનારા નિતિને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલેનિયાને તાજ બતાવ્યો હતો. તેણે ટ્રમ્પ અને મેલેનિયાને તાજમહલની બારીકીથી જાણકારી આપી હતી. આ પાછળ શું કહાની છે, તે સિવાય સુંદર કલાકારી અને મુગલ બાદશાહ શાહજહાંના પ્રેમની કહાનીને એક સાથે શબ્દોમાં જણાવવી તે નિતિન પાસેથી શીખી શકાય છે.
નિતિન આ અગાઉ ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રો, મંગોલિયાના રાષ્ટ્રપતિ, ખલ્તમાગીન બાટુલ્ગા, બેલ્જિયમના રાજા ફિલિપને તાજ બતાવી ચૂક્યા છે.
2003મા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને નિતિને જ તાજ બતાવ્યો હતો. ત્યારે ક્લિન્ટને નિતિનને કહ્યું હતુ કે, હું ફરીથી આવીશ પરંતુ તું નસીબદાર છો કે દરરોજ તાજ જોવે છે.