ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2020 06:01 PM (IST)
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી.
(તાજમહેલને નીહાળતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની)
આગ્રા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર ગુજરાતના અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચ્યા હતા. આગ્રા પહોંચ્યા બાદ તેમણે વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામતાં તાજમહેલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ત્યાં તસવીરો પણ પડાવી હતી. જે બાદ તેમણે વિઝિટર બુકમાં મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું, “તાજમહેલ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સુંદરતાની નિશાની છે! આભાર, ભારત.” ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાત