નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે.  દરમિયાન સોશિયલ મીડિયા વોટ્સએપ પર દિલ્હી અને મુંબઈમાં લોકડાઉનની ગાઈડલાઈન ફરતી થઈ છે.


વોટ્સએપ પર મુંબઈ લોકડાઉન ગાઈડલાઈન્સ, દિલ્હી લોકડાઉન ગાઈડલાઈન્સ નામે પીડીએફ ફાઇલ ફરતી થઈ છે. આ ફાઈલ ઘણા લોકોને તેમના વોટ્સએપ પર મળી છે. આવી ફાઇલ જોઈને ઘણા લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. માત્ર વોટ્સએપ પર જ નહીં ટ્વીટર પર પણ ઘણા લોકોએ 1 એપ્રિલથી 18 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન લાદી દેવાશે તેવા મેસેજ સાથે ગૂગલ ડ્રાઇવ ફાઇલ શેર કરી હતી. પરંતુ ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરતાં તેમાં એપ્રિલ ફૂલ લખેલું છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિતેલા 24 કલાકમાં 72330 નવા કોરોનાના કેસ આવ્યા અને 459 લોકોના મોત થયા છે. જોકે 40,382 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા 10 ઓક્ટોબરના રોજ 74,383  કેસ આવ્યા હતા.



  • કુલ કેસ-  એક કરોડ 22 લાખ 21 હજાર 665

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 14 લાખ 74 હજાર 683

  • કુલ એક્ટિવ કેસ - પાંચ લાખ 84 હજાર 55

  • કુલ મોત - એક લાખ 62 હજાર 927

  • કુલ રસીકરણ - 6 કરોડ 51 લાખ 17 હજાર 896 ડીઝ આપવામાં આવ્યા.


સાડા છ કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. 30 માર્ચ સુધીમાં દેશભરમાં 6 કરોડ 51 લાખ 17 હજાર 896 લોકોનો કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે.


રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.


Immunity Booster: કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે ? ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ