નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તે માટે એક ખાસ ગન ટાઈપનું સાધન થર્મોમીટર વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણો શું છે આ થર્મોમીટર ગન અને કઈ રીતે કામ કરે છે.

વિશ્વભરમાં કોરોનાવાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહી છે.

આ ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનના ઉપયોગથી ખબર પડે છે વ્યક્તિના શરીરનું તામપાન કેટલું છે. આ થર્મોમીટર ગન કેટલાક ફૂટના અંતરથી જ જણાવી દે છે કે,વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે.



કોરોનાની તપાસ માટે દરેક વ્યકિતના મોઢામાં થર્મોમીટર રાખવું ઠીક નથી એવામાં થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જો આ ગનની પ્રયોગશાળામાં તપાસ પણ કરવામાં આવે તો પણ તે વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે.

આ ડિવાઈઝની શુદ્ધતા આ વાત પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. લોકોથી કેટલા અંતરે આ ડિવાઈઝને રાખવામાં આવે છે. સાથે કેટલા સમય સુધી આ ડિવાઈઝને લોકો પર રાખવામાં આવે છે. અનેક મુશ્કેલીઓના કારણે ઘણા લોકો થર્મોમીટર ગનથી તપાસ તો કરી રહ્યાં છે તેમ છતાં અનેક તેનાથી બચવામાં સફળ થઈ જાય છે. તેથી આ થર્મોમીટર ગનની ટ્રેનિંગ પણ ખૂબજ જરૂરી છે.

આ સિવાય તમારા શરીરનું તાપમાન એ નથીં જણાવતું કે તમે કોરોનાથી સંક્રમિત છો. ઘણીવાર થર્મોમીટર ગનનો એલાર્મ એવા લોકો પર તપાસ કરતી વખતે વાગી ઉઠે છે, જેને તાવ નથી હોતો.ઘણીવાર સાચા આંકડા ન આપવા પર પણ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી અનેક મુશ્કેલીઓ હોવા છતા પણ આ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ખૂબજ ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવું કોઈ સરળ ઉપાય નથી.