મોદીએ સવારે 6.25 કલાકે લીધી રસી
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.
રસી ન લેવા પર વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલ
જણાવીએ કે, દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયા પહેલા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદી પર રસી ન લેવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષનું કહેવું હતું કે પીએ મમોદી અને તેમના મંત્રી કોરોના રસી નથી લઈ રહ્યા, જ્યારે અન્ય દેશોના પ્રમુખોએ લોકો પહેલા ખુદ રસી લીધી હતી. વિપક્ષે સરકારને પૂછ્યું હતું કે આખરે કેન્દ્રના મંત્રી રસી લેવાથી કેમ ડરે છે.