લીચીમાં પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ અને નેચરલ સુગર પણ હોય છે. લીચી ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરમાં ઠંડક મળે છે. લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. તેમાં રહેલું વિટામિન સી આપણા શરીરમાં આયર્ન એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.  આ ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કૉમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, આયર્ન જેવા મિનરલ્સ હોય છે, જે તેને ગુણકારી બનાવે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં લીચી ન ખાવાનું સલાહભર્યુ છે.


એલર્જીઃ જો તમને કે તમારા પરિવારમાં કોઈને એલર્જી હોય તો લીચી ન ખાવી જોઈએ. કારણકે લીચી એલર્જીને ભયાનક રૂપ આપી શકે છે. તેથી લીચી ખાતા પહેલા એક વખત ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી જોઈએ.


ડાયાબિટીસના દર્દી પણ દૂર રહેઃ લીચી એક ગરમ ફળ છે. જો તમને ડાયાબિટીસ હોય કે શુગર લેવલ ઓછું રહેતું હોય તો લીચી ખાવાથી બચવું જોઈએ. તે શુગર લેવલને ઘટાડી દે છે.


સર્જરી કરાવી હોય તો ન ખાવઃ  લીચી આપણા શરીરમાં બ્લડ પ્રેશર અને શુગર લેવલને ઘટાડે છે. તેથી સર્જરી બાદ તે ખાવાથી બચવું જોઈ. નહીંતર શુગર લેવલ બેલેન્સ કરવું મુશ્કેલ થઈ જાય છે.


અનેક બીમારીથી પીડાતા લોકો રહે દૂરઃ જો તમે મલ્ટીપલ સ્કેલેરોસિસ, લ્યૂપસ કે અન્ય બીમારીથી પીડાતા હોવ તો લીચી ખાવાથી બચવું જોઈએ. કારણકે તે ઈમ્યૂન સિસ્ટમને વધારે એક્ટિવ બનાવે છે અને તેનાથી બીમારીના લક્ષણ વધી જાય છે.


ગર્ભવતી મહિલા ડોક્ટરની સલાહ લેઃ લીચી ગરમ ફળ હોવાથી ગર્ભવતી મહિલાઓઓ ડોક્ટરને પૂછીને જ લીચી ખાવી જોઈએ. નહીંતર મા અને બાળક બંનેને નુકસાન પહોંચી શકે છે.


ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થતાં લોકોમાં ફફડાટ, જાણો વિગત