કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં  વિધાનસભા ચૂંટણી યોજાવાને એક વર્ષનો સમય બાકી છે અને  ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં ભાજપે મિશન 250 હેઠળ પશ્વિમ બંગાળમાં પ્રચાર કરશે. ચૂંટણી રણનીતિ બનાવવામાં કોઇ ચૂક ના થાય અને આ મામલામાં ભાષા અવરોધ ના બને તે માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ બાંગ્લા ભાષા શીખી રહ્યા છે. આ માટે અમિત શાહે એક શિક્ષક રાખ્યો છે.

વાસ્તવમાં પશ્વિમ  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મા, માટી અને  માનુષનો નારો બુલંદ કરતા રહે છે અને તાજેતરના દિવસોમાં તેમણે બંગાળની અસ્મિતાને ખૂબ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે બાંગ્લા ભાષામાં લોકો સાથે સંવાદ કરવા માટે ભાજપ પાસે કોઇ મોટું નેતૃત્વ નથી. જેને જોતા શાહ બાંગ્લા શીખી રહ્યા છે. ભાજપનો  પ્રયાસ છે કે પાર્ટી ચીફ બાંગ્લા ભાષાને સમજવા લાગે અને પશ્વિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની શરૂઆત બાંગ્લામાં કરે જેનાથી ભાષણ પ્રભાવી લાગે. મમતા ભાજપના અધ્યક્ષને બહારના કહીને સંબોધતી હોય છે.