Oldest Countries In The World: આજે વિશ્વભરમાં લગભગ 245 દેશો અસ્તિત્વમાં છે, જેમાંથી કેટલાક ઘણા જૂના છે, જ્યારે કેટલાક તાજેતરમાં એક રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત હજારો વર્ષોમાં આવા અનેક દેશોની સ્થાપના પણ થઈ હતી જે હવે ઈતિહાસના પાનામાં ખોવાઈ ગયા છે. વળી, કેટલાક દેશો એવા છે જે હજારો વર્ષ પહેલા સ્થાપિત થયા હતા અને આજે પણ અસ્તિત્વમાં છે એટલું જ નહીં, પરંતુ ટેક્નોલોજી અને વિકાસની દ્રષ્ટિએ પણ ઘણા આગળ છે. ભારત પણ આ દેશોમાંથી એક છે, જેનું અસ્તિત્વ આજે પણ ચાલુ છે. આ સાથે અમે તમને આવા જ કેટલાક જૂના દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વર્ષો પહેલા સ્થપાઈ ગયા હતા અને આજે પણ આ દુનિયામાં વસે છે. જાણો અહીં ભારતનો આ લિસ્ટમાં કેટલો નંબર છે....
ભારત (India)
ભારતીય ઉપખંડનો 5,000-6,000 વર્ષ જૂનો ઇતિહાસ છે, જે આજે પણ એક શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર તરીકે વસે છે. તેનો પાયો 1500 બીસીમાં વૈદિક સંસ્કૃતિની રચના દરમિયાન નાંખવામાં આવ્યો હતો. ભારત દેશ વિવિધ રાજવંશોના હાથમાં આવ્યો અને બ્રિટિશ સામ્રાજ્યથી સ્વતંત્ર થયા પછી, આધુનિક ભારતની સ્થાપના 1947 માં થઈ.
ગ્રીસ (Greece)
ગ્રીસ દેશ લગભગ 5,000-6,000 વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે ગ્રીક સંસ્કૃતિની સ્થાપના 1500 બીસીમાં થઈ હતી. તે યુરોપની પ્રથમ જાણીતી સંસ્કૃતિ માનવામાં આવે છે. ગ્રીક લોકો આધુનિક પશ્ચિમી સંસ્કૃતિનો પાયો નાખવા માટે પણ જાણીતા છે. તે સમયગાળા દરમિયાન, કલા, સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી અને કાયદામાં ઘણા ફેરફારો જોવા મળ્યા. તેથી જ ગ્રીસને વિશ્વના સૌથી જૂના દેશોની યાદીમાં રાખવામાં આવે છે.
જાપાન (Japan)
આજે જાપાન તેની અદભૂત ટેક્નોલોજી માટે આખી દુનિયામાં જાણીતું છે, પરંતુ આ દેશની ગણતરી વિશ્વના સૌથી જૂના દેશોમાં પણ થાય છે. જાપાનના ઈતિહાસને લઈને કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી, પરંતુ તેની સ્થાપના જાપાની લોકવાયકામાં કહેવામાં આવી છે, જે મુજબ આ દેશની સ્થાપના ઈ.સ. 300 માં થઈ હતી.
ચીન (China)
બ્રાઝિલ એ વિશ્વની સૌથી જૂની અને જાણીતી સંસ્કૃતિઓમાંની એક છે. જો ઐતિહાસિક રીતે જોવામાં આવે તો પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો પર પણ ચીની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો છે. આ દેશોમાં ચીની ધર્મ, રીત-રિવાજો અને લેખન પ્રણાલીને અલગ-અલગ પ્રમાણમાં અપનાવવામાં આવી છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે આ દેશની સભ્યતા 5 હજાર વર્ષથી વધુ જૂની છે.
ઇથિયોપિયા (Ethiopia)
ઈતિહાસકારોના મતે ઈથોપિયા વિશ્વના સૌથી જૂના દેશોમાંનો એક છે. ઇથોપિયા 980 બીસીમાં એક દેશ તરીકે ઉભરી આવ્યો. એવું કહેવાય છે કે ઇથોપિયા પણ તે આફ્રિકન દેશોમાં આવે છે જે ક્યારેય સંસ્થાનવાદીઓના નિયંત્રણમાં નથી આવ્યા. પરંતુ 1930 ના દાયકામાં થોડા વર્ષો સુધી, તે ઇટાલિયન સરમુખત્યાર મુસોલિની હેઠળ હતું.