કોલકત્તાઃ બોલિવૂડ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના કાનજી ભાઇ તમને યાદ જ હશે જેમણે ભૂકંપમાં બરબાર પોતાની દુકાનના  ક્લેમ હાંસલ કરવા માટે ભગવાન પર કેસ કરી દીધો હતો. આવી જ કાંઇક ઘટના કોલક્તામાં જોવા મળી છે. પાંચ વર્ષની જેલની સજા પામેલા મૃત આરોપીઓના પરિવારે કોર્ટમાં કહ્યું કે, તે યમરાજને નિર્દેશ આપે કે તે દોષિતોને સજા પુરી કરવા માટે યમલોકમાંથી ધરતી પર પાછા મોકલે. એટલું જ નહી અરજીકર્તાએ કહ્યું કે, જો યમરાજ એવું નહી કરે તો તેમના વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. કેસ વર્ષ 1984નો છે. ગરૂલિયાના રહેવાસી સમર ચૌધરી અને તેના બે દીકરા ઇશ્વર અને પ્રદીપની કોઇ સાથે મારપીટ થઇ ગઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. ઘટનાને લઇન અલીપુરના એડિશનલ સેશન જજે ત્રણેયને 9 ફેબ્રુઆરી 1987ના રોજ પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ વર્ષે માર્ચમાં બંન્નેએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે એક વચગાળાનો આદેશ આપીને બંન્નેની સજા પર રોક લગાવી દીધી હતી. આ અગાઉ સુનાવણી શરૂ થાય તે અગાઉ ત્રણમાંથી બે આરોપીઓ સમર અને પ્રદીપનું મોત થઇ ગયુ હતું. એટલું જ નહી 22 જૂન 2006ના રોજ આરોપી પક્ષના વકીલની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક થઇ ગઇ હતી. એવામાં વકીલ વિના આરોપીઓનો પરિવાર કોર્ટને એ  જણાવ્યુ નહી કે મામલાના બે આરોપી હવે આ દુનિયામાં નથી. બાદમાં કોર્ટને આરોપીઓ માટે એમિક્સ ક્યૂરી નિમણૂક કરી દીધી હતી અને મામલામાં નિર્ણય સંભળાવતા 16 જૂન 2016ના રોજ અરજીકર્તાની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજીકર્તાએ કોર્ટના આરોપીઓના મોતની વાત નહી બતાવવા પર માફીનામા આપવાની સાથે વર્ષ 2016માં તેમના આદેશની યાદ અપાવી હતી. મૃતક સમીરના દીકરા અને પ્રદીપની વિધવા રેનૂએ અરજીમાં કહ્યું કે, હાઇકોર્ટ યમરાજને નિર્દેશ આપે છે કે તે બંન્ને આરોપીઓને પૃથ્વી પર પાછા મોકલે જેથી બંન્ને કોર્ટ દ્ધારા અપાયેલી સજા પુરી કરે. તેમણે આગળ કહ્યુ કે, જો યમરાજ એવું નહી કરે તો તેમના વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવે.