Miss World Title 2024: 28 વર્ષ બાદ ભારતના મુંબઈ શહેરમાં મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો. આ સાથે લેબનોનની યાસ્મીન જેતુન પ્રથમ રનર અપ રહી હતી. મિસ વર્લ્ડ 2024નો ગ્રાન્ડ ફિનાલે 9 માર્ચ 2024ના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો.
ક્રિસ્ટીના પિઝ્કોવા કોણ છે?
ક્રિસ્ટીના લો એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે. તેણીનું પોતાનું ફાઉન્ડેશન છે, જેનું નામ Krystyna Pyszko Foundation છે. તાંઝાનિયામાં, ક્રિસ્ટિનાએ વંચિત બાળકો માટે અંગ્રેજી શાળા ખોલી છે, જેના માટે તેને પોતાને ગર્વ છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ક્રિસ્ટીના અહીં સ્વયંસેવક તરીકે કામ કરે છે. ક્રિસ્ટીનાને મિસ વર્લ્ડ 2024નો તાજ કેરોલિના બિલેવસ્કા દ્વારા આપવામાં આવ્યો હતો, જે 70મી મિસ વર્લ્ડ હતી. ક્રિસ્ટીના માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. તે ખૂબ જ ખુશ છે.
તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2024માં ભાગ લેવા માટે બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓ આવ્યા હતા. જેમાં રૂબીના દિલૈક, દિવ્યાંકા ત્રિપાઠી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, જન્નત ઝુબેર તેના ભાઈ સાથે હાજરી આપવા આવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે.
પૂજા હેગડેનો ક્લાસી અંદાજ
આ સિવાય કૃતિ સેનન ઓફ શોલ્ડર ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. પૂજા હેગડે શિમરી રેડ ગાઉનમાં જોવા મળી હતી. કરણ જોહરે આ વખતે મિસ વર્લ્ડ 2024 હોસ્ટ કરી હતી. તેમણે જ ટોચની 8 પાર્ટીસિપેન્ટસને પ્રશ્નો પૂછ્યા હતા. ભારત ટોપની રેસમાંથી બહાર થઈ ગયું હતું. સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવી હતી.