પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલના કહેવા મુજબ, 17 જૂન, 2020ના રોજ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રિવ્યૂ પિટીશન દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ના પાજી હતી. પાકિસ્તાને આ અંગે ભારતના હાઇ કમિશનને પત્ર લખ્યો છે. પાકિસ્તાને કોન્સ્યૂલર એક્સેસ ઓફર કરી છે.
જાધવને 2017માં પાકિસ્તાનની કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. જે બાદ આ મામલો ઈન્ટનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પહોંચ્યો હતો. જ્યાં જાધવની તરફેણમાં ફેંસલો આવ્યો હતો.
આઈસીજે એ પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા કરવા તથા તેને જલદીથી કોન્સ્યૂલર એક્સેસ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારથી ભારત આદેશને લાગુ કરાવવાની કોશિશ કરી રહ્યું છે.