Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બે લશ્કર-એ-તૌયબા (LeT)ના આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ અથડામણ કુલગામમાં અમરનાથ યાત્રાના તીર્થ માર્ગની ખૂબ નજીક થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોને આ સફળતા મળી છે.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંન્ને આતંકવાદીઓની ઓળખ લશ્કર-એ-તૌયબા (LeT)ના આતંકવાદીઓ તરીકે થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાના સ્થાનિક આતંકવાદીઓ તરીકે કરી છે.
ટ્વિટર પર માહિતી આપતાં જમ્મુ અને કાશ્મીર પોલીસે લખ્યું હતું કે બંન્ને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના સ્થાનિક આતંકવાદીઓ તરીકે કરવામાં આવી છે. આ અમરનાથ યાત્રાના તીર્થ માર્ગની ખૂબ જ નજીક હોવાથી આ એક મહત્વપૂર્ણ એન્કાઉન્ટર માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામના મીર બજાર વિસ્તારના નૌપોરામાં આ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
આ ફાર્મા કંપનીએ એક ઝાટકે 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Rahul Dravid PC: ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો રોહિત શર્મા, કોચ દ્રવિડનું કેપ્ટન અંગે મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા રથયાત્રાની કઈ વર્ષો જૂની પરંપરા તૂટશે? પહેલીવાર બનશે આવું