બેગ્લુંરુઃ કર્ણાટકમાં હજુ પણ રાજકીય નાટક યથાવત છે, ગુરુવારે દિવસની સાથે સાથે રાત્રે પણ ધમાસાણ ચાલુ રહ્યુ હતું. સ્પીકરે હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી, જેના કારણે અડી પડેલા બીજેપીના ધારાસભ્યોએ વિધાનસભામાં જ આખી રાત કાઢી હતી, ધારાસભ્યો ધરણાં કર્યા અને બાદમાં વિધાનસભામાં જ ઊંઘી ગયા હતા.

આ આખા નાટક બાદ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સીએમ કુમારસ્વામીનને પત્ર લખીને કહ્યું કે, આજે બપોરે દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસનો મત કરાવવામાં આવે. બીજેપી ગઇકાલથી વિધાનસભામાં રોકાયેલી છે.


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.