નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ભારત માતાનું ભવ્ય મંદીર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારે કહ્યું કે, અમે કુરુક્ષેત્રમાં પાંચ એકર જમીનમાં ભારત માતાનુ ભવ્ય મંદિર બનાવીશું. આ જમીન જ્યોતિસર અને બ્રહ્મ સરોવર વચ્ચે હશે. અમે આ માટે સૂચનો મળ્યા છે કે તેને ભારત દર્શનના નામની સાથે મોટું બનાવવામાં આવે. તેનાથી કુરુક્ષેત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની જશે.


ખટ્ટરે કહ્યું કે, કુરુક્ષેત્રમાં ગીતા પર સંશોધન થાય આ માટે અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જેમાં જિયો ગીતા, અક્ષરધામ મંદિર, ઇસ્કોન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં વિદ્યાર્થી ગીતા પર શોધ કરી શકે. ખટ્ટરે કહ્યું કે રાજ્ય સરકાર સિવાય કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ અને અનેક અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠન પણ શહેરને ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં બદલવા માટે કામ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ દરમિયાન લગભગ 40 લાખ લોકો કુરુક્ષેત્ર આવ્યા હતા. ઇન્ફ્રાસ્ટક્ચરના વિકાસથી પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓની સંખ્યામાં નોંધનીય વૃદ્ધિ થઇ છે. આ વર્ષે ગીતા મહોત્સવ 3 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આયોજીત કરવામાં આવશે.