જો કોઈ કોરોનાગ્રસ્ત થાય છે, ત્યારે તેનું શરીર વાયરસ સામે લડવાની એન્ટીબોડી તૈયાર કરી લે છે. કેટલાક લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી, કેટલામાં સામાન્ય લક્ષણો હોય છે. તો કેટલાકનો જીવ જતો રહે છે. એન્ટીબોડી ટેસ્ટ કરવાથી ખબર પડે છે કે, વ્યક્તિને કોરોના થઈ ચૂક્યો છે કે નહીં.
થાયરોકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. એ. વેલુમણિ અનુસાર દેશની વસ્તીનો એક મોટા હિસ્સાએ ઝડપથી કોરોના સામે પ્રતિરક્ષાની ક્ષમતા વિકસિત કરી લીધી છે. તેઓએ આ નિષ્કર્ષ ભારતના 300થી વધુ શહેરમાંથી લેવામાં આવેલા સેમ્પલના આધારે કાઢ્યો છે.
વેલુમણિ અનુસાર, જે શહેરમાં કોરોનાના વધુ કેસ આવ્યા છે, ત્યાંથી એન્ટીબોડી પોઝિટિવ પણ વધારે મળ્યા છે. મુંબઈમાં લેવામાં આવેલા સેમ્પલમાં 27 ટકા લોકો એન્ટીબોડી પોઝિટિવ મળી આવ્યા છે. નવી દિલ્હીમાં 24 ટકા, પટનામાં 18, બેંગલુરુ 15 ટકા, હૈદરાબાદમાં 21 ટકા, ચેન્નઈમાં 30 ટકા, કોલકાતામાં 20 ટકા અને અમદાવાદમાં 18 ટકા લોકોમાં કોરોનાના એન્ટીબોડી મળ્યા છે.
વેલુમણિ અનુસાર, આ ડેટાની કેટલીક મર્યાદા છે. જેવી કે ડેટા તૈયાર કરતી વખતે સેમ્પલની આયુ વર્ગ, લિંગ અને વ્યવસાયના આધાર પર ઓળખ નથી કરવામાં આવી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ઉત્તર ભારતીય શહેરોમાં તેમને ઓછા સેમ્પલ મળ્યા છે. એન્ટીબોડી ટેસ્ટ સંપૂર્ણ રીતે ફુલ પ્રૂફ નથી. તેમાં 5 થી 10 ટકા ખોટા પરિણામ પણ આવી શકે છે.