લગ્ન પહેલા ટીચરની પ્રેમી સાથે માણેલી અંગત પળોની તસવીર થઈ વાયરલ, જુઓ તસવીર
abpasmita.in | 06 Jun 2016 09:39 AM (IST)
લખનઉ: એક મહિલા ટીચરના લગ્ન પહેલા પ્રેમી સાથે વિતાવેલી અંગત પળો માણતી તસવીર ખેંચાવી ભારે પડી હતી. આ મહિલા ટીચરના બે દિવસ પછી (7 જૂન) લગ્ન થનાર છે. લગ્ન પહેલા મહિલા ટીચર અને તેની સ્કુલના મેનેજર રહેલા પ્રેમીની અંગત પળોની તસવીરો સોશિયલ સાઈટો પર વાયરલ થઈ ગઈ છે. મહિલા ટીચરની તસવીરોને સોશિયલ સાઈટ પર અપલોડ કરનાર કોઈ બીજો વ્યક્તિ નહીં પરંતુ મહિલા ટીચરનો પ્રેમી જ હતો. આ ઘટના યુપીના ઉરઈ જિલ્લાની છે. અહીંની જાણીતી એક સ્કુલમાં ભણાવનાર આ મહિલા ટીચરનો મેનેજર સાથે ખુબ લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંદર્ભે સ્કુલના અમુક લોકોએ જણાવ્યું હતું કે, આ બન્નેના પ્રેમ સંબંધ વિશે લગભગ દરેક લોકો જાણતા હતા. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે, મેનેજરે મહિલા ટીચર સાથે બદલો લેવા માટે ફોટો વાયરલ કર્યા હતા. તસવીરો વાયરલ કર્યા પછી મેનેજરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારાથી ભૂલથી તસવીરો સોશિયલ સાઈટ પર અપલોડ થઈ ગઈ હતી. આ મામલામાં મહિલા ટીચર તરફથી અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ઉરઈ કોતવાલી ઈંસ્પેક્ટર આલોક સક્સેનાનું કહેવું છે કે, તેમને ઘટનાની સંપૂર્ણ જાણકારી છે અને તે ટીચર મહિલાની ફરિયાદની રાહ જોઈ રહ્યા છે. ઈંસ્પેક્ટરે કહ્યું છે કે, જો ટીચર ફરિયાદ કરશે તો આ મામલે કાર્યવાહી જરૂર કરવામાં આવશે.