સ્વામીએ કહ્યું કે, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર સરકારનો એક ખોટો નિર્ણય છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, ડીબીએસ બેંક પર આંતરરાષ્ટ્રીય સ્તર પર મની લોન્ડરિંગનો આરોપ છે. જ્યારે આ આરોપોની તપાસ ન થઈ જાય ત્યાં સુધી આ નિર્ણયને રોકી દેવો જોઈએ.
તેની સાથે જ તેમણે આરબીઆઈની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા સીબીઆઈ તપાસની માગ કરી છે. પીએમને પત્રમાં સ્વામીએ કહ્યું છે કે, “આરબીઆઈના કામકાજમાં સીબીઆઈ દ્વારા તપાસ માટે કહેવામાં આવ્યું, ખાસ કરીને આ તથ્યના કેસમાં સીબીઆઈએ ક્યારેય પણ કોઈપણ હાઈ પ્રોફાઈલ ગોટાળામાં આરબીઆઈની કોઈપણ કાર્યાલાયની તપાસ કરવાનું જરૂરી ન સમજ્યું.”
તેમણે લખ્યું કે આરેબીઆઈનું કામકાજ સરકારની મુખ્ય પ્રાથમિતાઓમાં હોવું જોઈએ. તેની સાથે જ તેમણે લખ્યું કે, તપાસ પૂરી થયા સુધી આરબીઆઈ ગવર્નરને રજા પર મોકલી દેવા જોઈએ. તેની સાથે જ તેમણે પ્રધાનમંત્રીને આરબીઆઈ બોર્ડ અને સલાહકાર સમિતિની પુનરનચનાની માગ કરી છે.