નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના વાતાવરણમાં શનિવારે સાંજે અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી વધી રહેતા તાપમાન બાદ અચાનક સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદ બાદ દિલ્હીમાં ઠંડક છવાઈ ગઈ છે.

દિલ્હીમાં વરસાદના કારણે ઘણી ફ્લાઇટો અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ ને ફરીદાબાદમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. દિલ્હીમાં એનસીઆરમાં બપોર થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.


હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ, હોળી પહેલા ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારમાં વરસાદ પડશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી શાનદાર તસવીરો, એક્ટ્રેસને પણ ઝાંખી પાડે તેવો છે લુક

શાનદાર વાપસી બાદ પણ વિવાદમાં ફસાયો હાર્દિક પંડ્યા, BCCIનો નિયમ ઘોળીને પી ગયો