ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા  લાલૂ યાદવની તબિયત ખરાબ થતાં તે રિમ્સમાં સારવાર હેઠળ છે. રિમ્સમાં તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા, ભારતી, તેજસ્વી યાદવ, અને તેજપાલ યાદવ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના ખબર અંતર પુછ્યાં હતા.


લાલૂ યાદવનો પરિવાર તેમનો ઇલાજ બહાર કરાવવા ઇચ્છે છે. તેજસ્વી યાદવ આ મુદ્દે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે મુલાકાત લેશે,

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, “પિતાજીનો સારી રીતે ઇલાજ થઇ શકે માટે મંજૂરી મેળવીને અન્ય સારી જગ્યાએ બહાર ઇલાજ કરાવવા ઇચ્છું છું. તેમની તબિયત હાલ વધુ ગંભીર છે. આ મુદ્દે શનિવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશ અને રજૂઆત કરીશ”

 લાલૂના સ્વાસ્થ્ય માટે હવન પૂજા પ્રાર્થના

લાલૂ યાદવની ખરાબ તબિયતના સમાચાર મળતાં જ તેમના પૈતૃક ગામ ગોપલગંજના ફુલવરિયામાં તેમના સ્વાસ્થય માટે હવન વિશેષ પૂજા અર્ચન અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના સ્વાસ્થ્ય માટે કામના કરવામાં આવી રહી છે.