લખનઉ: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના 25 વર્ષ પૂર્ણ થતા લખનઉ પહોંચેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે એનડીટીવી પર લગાવવામાં આવેલા બેન પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.


લાલૂએ કહ્યું એનડીટીવી પર બેન પીએમ મોદીની પોલ ખોલવાને કારણે લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું આપણે નમવુ ન જોઈએ. મોદીના હાથમાં દેશ સુરક્ષિત નથી. લાલૂએ એમ પણ જણાવ્યું કે એમે લડાઈ ખત્મ કરવા માટે આવ્યા છીએ જેના માટે અમે સાથે મળી ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.

લાલૂ પ્રસાદ યાદવે કહ્યું તે યૂપીમાં સમાજવાદી પાર્ટીને મજબૂત કરવા માટે આવ્યા છે. યૂપીમાંથી બીજેપીને ભગાડવા માટે આવ્યા છીએ. અમે બિહારમાં ભાજપાને ભગાડી દિધી છે., જે રીતે ગીધડને ભગાવવામાં આવે છે. અમે યૂપીમાંથી પણ ભાજપાને ભગાડીશું.