Lalu Yadav Health Live Update: દિલ્હીની એઇમ્સમાં ચાલી રહી છે લાલૂ પ્રસાદ યાદવની સારવાર, રાબડી દેવીએ કહ્યુ- 'તમામ લોકો પ્રાર્થના કરો'
આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની દિલ્હી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે
લાલુ યાદવના પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે ચિંતા ના કરો, તેમની સારવાર થઈ રહી છે. દરેક વ્યક્તિ તેમના માટે પ્રાર્થના કરો કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાની પારસ હોસ્પિટલમાં ગયા અને લાલુ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. લાલુ યાદવને જોઈને નીતિશ કુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ મારા જૂના મિત્ર છે. તેમણે તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
પટના: આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની દિલ્હી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે. બુધવારે રાત્રે 10 વાગ્યે તેમને એર એમ્બ્યુલન્સ મારફતે પટનાથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. દિલ્હી પહોંચ્યા બાદ લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે તેમના શરીરમાં કોઈ હલચલ થઇ રહી નથી. તેમણે કહ્યું કે લાલૂ યાદવની પહેલા પણ AIIMSમાં લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી હતી તેથી AIIMSના ડૉક્ટરોને તેમના પિતાની બીમારીની જાણકારી છે.
તેજસ્વી યાદવના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદના શરીરમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર છે. જેના કારણે તેના શરીરમાં કોઈ હલચલ થઇ રહી નથી. આ માટે તેમને ઘણી દવાઓ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દવાઓની હાર્ટ અને કિડની પર અસર ના થાય તે માટે તેઓને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. અહીં તેમના આખા શરીરની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને સારી સારવાર માટે અહીંથી સિંગાપોર લઈ જવા માટે પણ વાતચીત કરવામાં આવશે. તેમને છાતીમાં પણ તકલીફ છે. બે-ત્રણ દિવસથી તાવ પણ રહેતો હતો. જો કે હવે પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો જોવા મળી રહ્યો છે. તેજસ્વીએ કહ્યું કે જો લાલૂ યાદવની તબિયત બે-ચાર અઠવાડિયામાં વધુ સુધરશે તો અમે તેમને સિંગાપોર લઈ જઈશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -