અમદાવાદ:  BZના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલમાં પોન્ઝી સ્કીમને લઈને ચર્ચામાં છે. તેમના પર 6 હજાર કરોડની ઠગાઈ કરવાનો આરોપ છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ ફરાર છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ માયાઝાળમાં ઘણા નામી ક્રિકેટરોના નાણા પણ ફસાયા હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને હવે કોંગ્રેસે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.


 






ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ દાવો કર્યો છે કે,  ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિવિધ બેંકના ચેક મારફતે ફંડ આપ્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને રૂ. 2.50 લાખ જેટલું ફંડ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કરેલો દાવો


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે કરોડો રૂપિયાની લુંટ ચાલી રહી છે. રાજ્યમાં ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય એમ નાના પરિવારોને થોડી લાલચમાં પૈસાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ભુપેન્દ્રસિંહ ફરાર થઇ ગયો છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યું. ભાજપના નેતાઓ સાથે પણ ભુપેન્દ્રસિંહ ઝાલાના ફોટાઓ છે. 


ભારતીય જનતા પાર્ટી સાથે જાલાએ આર્થિક વ્યવહારો કર્યા હોવાનો દાવો કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે.  તેમણે કહ્યું કે, વર્ષ ૨૨-૨૦૨૩માં તારીખ ૨૧.૦૩.૨૦૨૩ના રોજ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા ૧) રૂ. ૯૯,૯૯૯ ૨) રૂ. ૯૯,૯૯૯ ૩) રૂ. ૫૧,૦૦૧ ૪) રૂ. ૧.૦૦ રૂપિયા ભાજપને ફંડ તરીકે આપ્યા હતાં. 


ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો દાવો


વર્ષ            ફંડની વિગત            રૂપિયા 
૨૧.૦૩.૨૦૨૩ ધાવડી, તા.વડાલી, ૩૦૮૦૨૫૦૭૮૮૮૩
એસબીઆઈ, હિંમતનગર રૂ. ૯૯,૯૯૯ 
૨૧.૦૩.૨૦૨૩ તા.ઝાલાનગર , ૩૦૮૦૧૦૦૭૯૯૬૯ 
એસબીઆઈ, હિંમતનગર રૂ. ૯૯,૯૯૯ 
૨૧.૦૩.૨૦૨૩ તા.ઝાલાનગર, ૩૦૮૦૯૭૬૭૯૦૬૬
એસબીઆઈ, હિંમતનગર રૂ. ૫૧,૦૦૧ 
૨૧.૦૩.૨૦૨૩ તા.ઝાલાનગર , એસબીઆઈ, હિંમતનગર રૂ. ૧.૦૦ 



જો કે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તે તો, પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં પોલીસ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા કામે લાગી છે. તો બીજી તરફ કયા કયા નામી લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં રોકાણ કર્યું છે તેને લઈને પણ સસ્પેન્સ યથાવત છે.


આ પણ વાંચો....


New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો