નવી દિલ્હીઃ મણીપુરમાં આર્મી કેમ્પની પાસે ભૂસ્ખલન થવાની ઘટના ઘટી છે.આમાં અત્યાર સુધી છ લોકોના મોત થવાની જાણકારી મળી છે. મણીપુરમાં આ ભૂસ્ખલન નોની જિલ્લામાં થયુ છે. ત્યાં તુપુલ રેલવે સ્ટેશનની પાસે સેનાની 170 ટેરિટૉરિયલ આર્મીના કેમ્પ લાગેલો હતો.
મણીપુરમાં આર્મી કેમ્પની પાસે લેન્ડસ્લાઇડ્સ થયુ છે, જેને લઇને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. ટેરિટૉરિયલ આર્મીએ હાલમાં તેના બે લોકોના મોતના જાણકારી આપી છે. વળી, 20 લોકો લાપતા હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ પણ એક બાળક સહિત પાંચ લોકો લાપતા થવાની વાત કહી છે. આની સાથે સાથે જ રેલવે સ્ટાફના 6-7 લોકો પણ ગાયબ છે.
ભૂસ્ખલન બાદ મણીપુર સરકાર એક્શન મૉડમાં છે, સીએમ એન બીરેન સિંહે લેન્ડસ્લાઇડ્સની જાણકારી લેવા માટે ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે. હાલ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સીએમ બીરેન સિંહ બતાવ્યુ કે વિસ્તાર માટે એમ્બ્યૂલન્સ અને ડૉક્ટરોને મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?