નવી દિલ્લીઃ 9 હજાર કરોડના બેંક ડિફોલ્ટર વિજય માલ્યાની મિલક્તોની ઓગસ્ટ મહિનામાં હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે. માલ્યા મિલ્કતોની કિંમત 700 કરોડથી વધુ આંકવામાં આવી છે. માલ્યાની મિલ્કતોમાં કિંગફિશર હાઉસ, જેટ અને કિંગફિશર વિલાનો સમાવેશ થાય છે. આ પહેલા વિજય માલ્યાની મિલ્કતોની હરાજી કરવામાં આવી હતી પરંતુ કોઈ લેવાલ મળ્યો નહોતો કિંગફિશર હાઉસની રિઝર્વ પ્રાઈઝ 135 કરોડ રાખવામાં આવી છે. આ પહેલા માર્ચમાં હરાજી કરવામાં આવી ત્યારે 17 હજાર સ્કવેર ફીટના કિંગ ફિશર હાઉસની રિઝર્વ પ્રાઈ 150 કરોડ રખાઈ હતી.