શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળોએ શનિવારે લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે જોડાયેલા ત્રણ લોકો પકડાયા છે અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારુગોળો સહિત સમાન જપ્ત કરવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીર જિલ્લાના સોપોર વિસ્તારમાં સોપોર-કુપવાડા રૉડ પરથી શેંગરગુંડમાં ત્રણ લોકોને પકડ્યા, તેમને જણાવ્યુ કે, ત્રણેયની ઓળખ મુશ્તાક અહેમદ મીર ઉર્ફ લશ્કિરી, મુદસિર અહેમદ મીર અને અતહર શમાસ તરીકે થઇ છે.

ત્રણેય સોપોરના બ્રાથ કલા વિસ્તારના રહેવાસી છે. તેમના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ સંબંધમાં એક કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે.



ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સો લશ્કર-એ-તૈયબાના આતંકીઓ પાસેથી પોલીસને મહત્વની માહિતી મળવાની આશા છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું આ કોઇ કાવતરાને અંજામ આપવાના હતા, કે કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા. અગાઉ પોલીસ અને સુરક્ષાદળોએ પુલવામાં ફરી એકવાર મોટા હુમલાની આતંકીઓની યોજનાને નિષ્ફળ કરી દીધી હતી.