મુંબઈ: કોરોના વાયરસ મહામારીના કારણે લાગુ લોકડાઉન વચ્ચે મુંબઈમાં એક્ટર સોનુ સૂદ જે રીતો શ્રમિકોને ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે, તેની ચારે બાજુ ચર્ચા અને ખૂબ પ્રશંસા થઈ રહી છે. આમ તો, ફિલ્મો સોનુ વિલનની ભૂમિકામાં ખાસ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં તેઓ હીરોની ભૂમિકા ભજવી રહ્યા છે. સોનુ સૂદની કામગીરને મહાષ્ટ્રના ગર્વનર ભગતસિંહ કોશ્યારીએ પ્રશંસા કરી હતી.


સોનુ સૂદે શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન રાજ્યપાલે સોનુની કામગીરીને લઈને પ્રશંસા કરી અને તમામ પ્રકારના સહયોગની વાત કરી હતી. રાજ્યપાલ કોશ્યારી આ પહેલા પણ ટ્વિટ કરીને સોનુ સૂદના કામની પ્રશંસા કરી ચૂક્યા છે.



જ્યારથી લૉકડાઉન લાગુ થયું છે ત્યારથી સોનુ સૂદ સતત પલાયન કરી રહેલા શ્રમિકોની મદદ માટે વાહનોની વ્યવસ્થા કરી રહ્યાં છે. જેનાથી શ્રમિકોને વતન પહોંચવામાં મદદ મળી રહી છે. રાજ્યપાલે સોનુ સૂદની કામગીરીનો ઘટનાક્રમ જાણ્યો અને કેટલા શ્રમિકો અત્યાર સુધી વતન પહોંચ્યા તે અંગે જાણકારી મેળવી હતી.