નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા દેશમાં લોકડાઉન 1 જૂનથી 30 જૂન સુધી લંબાવામાં આવ્યું છે. તેના માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, લોકડાઉન-5ને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે. શરતોને આધારે ધાર્મિક સ્થળ ખુળશે. રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવશે.  લોકડાઉન માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લાગુ રહેશે.  કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓ માટે અનુમતિ રહેશે. ગાઈડલાઈન અનુસાર, લોકડાઉન ત્રણ ફેઝમાં ખોલવામાં આવશે. - પ્રથમ તબક્કામાં 8 જૂનથી ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ, રેસ્ટરા ખુલશે, તે સિવાય એસઓપી સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરશે. - 30 જૂન સુધી નાઈટ કફ્યૂ યથાવત રહેશે. - બીજા તબક્કામાં સ્કૂલ-કૉલેજ કોચિંગ સંસ્થાઓ વગેરે ખોલવા અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે - સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રહેશે - ત્રીજા તબક્કામાં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો, સિનેમાં, જિમ, સ્વીમિંગ પુલ, બાર, એસેમ્બલી હોલને ખોલવા અંગે પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ નિર્ણય લેવાનમાં આવશે. આ સિવાય આતંરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ નહીં રહે, જો કે, રાજ્ય સરકાર ઈચ્છે તો પરિવહન પર નિયંત્રણ કરી શકે છે. - 65 વર્ષથી વધુ વયના લોકોને, ગર્ભવતી મહિલાઓ, બીમારીગ્રસ્ત વ્યક્તિ, 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહય. - માત્ર જરૂરી કામ તથા સ્વાસ્થ્ય સુવિધા માટે જ બહાર નીકળો. - ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ, લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો ન ભેગા કરવા - અંતિમ સંસ્કાર માટે 20 થી વધુ લોકોને મંજૂરી નહીં. - જાહેર સ્થળો પર થૂકવા પર પ્રતિબંધ, જાહેર સ્થળો પર પાન, મસાલા, દારુ ના સેવન પર પ્રતિબંધ રહેશે
કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂરો થાય છે. લોકડાઉન 4.0 18 મેથી 31 મે સુધી લાગુ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.