સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આપણા રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે 25.37 ટકા થઈ ગયો છે.
ગૃહ મંત્રાલય દ્વારા આજે ફસાયેલા વિદ્યાર્થીઓ, કામદારો, પ્રવાસીઓ, યાત્રાળુઓ વગેરેની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે. રેલવે દ્વારા લોકો પોતાના રાજ્યમં પહોંચશે. રાજ્ય અને રેલ્વે બોર્ડ જરૂરી વ્યવસ્થા કરશે. બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ટ્રેનથી જવા માટે મંજૂરી અપાઈ છે.
લોકડાઉનના કારણે તેલંગાણામાં ફસાયેલા 1200 મજૂરોને લઈને પહેલી સ્પેશ્યલ ટ્રેન ઝારખંડ રવાના થઈ ગઈ છે. સવારે 4.50 વાગ્યે લિંગમપલ્લીથી નીકળેલી આ ગાડી રાતે 11 વાગ્યે ઝારખંડના હટિયા પહોંચશે. આ મજૂરોને મોકલવામાં તમામ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.