Lata Mangeshkar: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. આ પહેલા સંજય રાઉતે પણ ટ્વીટ કર્યું હતું. આ ઉપરાંત ફડણવીસે પણ ટ્વીટ કર્યું છે.






ક્યારે દાખલ કરાયા છે


લતા મંગેશકરને 92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની તબિયત લથડી હતા..


હોસ્પિટલની વધારવામાં આવી સુરક્ષા


 લતા મંગેશકરની તબિયત બગડ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે લતા મંગેશકરની તબિયત લથડ્યા બાદ એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશરે દોઢ કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા.


36 ભાષામાં ગાયા છે હજારો


ગીતો સ્વર કોકિલા લતા મંગેશકર 92 વર્ષના હતા. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો. લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.