Sidhu Moosewala Parents New Baby: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમની માતા ચરણ કૌરે 58 વર્ષની વયે એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો છે. સિદ્ધૂ મુસેવાલાના પિતા બલકૌર સિંહે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધૂ મુસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના દીકરાની તસવીર શેર કરતા લખ્યું, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.


ઉલ્લેખનીય છે કે પંજાબમાં સિદ્ધૂ મુસેવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ રવિવારે બલકૌર અને તેની પત્નીનું ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. સિદ્ધૂ મુસેવાલાના પિતાએ તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું કે સિદ્ધૂ મુસેવાલાને તેમના નાના ભાઈ તરીકે મળીને તેમને આશીર્વાદ મળ્યા છે.



બલકૌરે પહેલા સમાચારોને ફગાવ્યા હતા 
અગાઉ, બલકૌર સિંહે 58 વર્ષની વયે તેમની પત્નીના ગર્ભાવસ્થાના સમાચારને નકારી કાઢ્યા હતા અને દરેકને અફવાઓ પર વિશ્વાસ ના કરવા વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે, 'અમે સિદ્ધૂ મુસેવાલાના ફેન્સના આભારી છીએ જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે પરિવાર વિશે એટલી બધી અફવાઓ ચાલી રહી છે કે તેના પર વિશ્વાસ ન કરી શકાય. જે પણ સમાચાર હશે તે પરિવાર તમારા બધા સાથે શેર કરશે.


સિદ્ધૂ મુસેવાલાની માંએ ટેકનિકનો લીધો સહારો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધૂ મુસેવાલાની માતાએ બાળકને જન્મ આપવા માટે ઇન વિટ્રો-ફર્ટિલાઇઝેશન થેરાપી (IVF) લીધી હતી. તમને જણાવી દઈએ કે 28 વર્ષીય સિદ્ધૂ મુસેવાલાની માનસામાં 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબી ગાયકને નજીકથી શૂટ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ સિદ્ધૂ મુસેવાલા પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.


મુસેવાલા મર્ડરમાં ખૂલ્યું પાકિસ્તાની કનેક્શન, પાકિસ્તાન સપ્લાયર્સે આપ્યા હતા હથિયારો   


નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પંજાબી ગાયક અને રાજનેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. NIA અનુસાર મુસેવાલાની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એક પાકિસ્તાની નાગરિક દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ આ હથિયારો બિશ્નોઈ ગેંગને પહોંચાડ્યા હતા તેની ઓળખ હમીદ તરીકે થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે મૂસેવાલા હત્યા કેસમાં પહેલીવાર પાકિસ્તાની વ્યક્તિની ભૂમિકા સામે આવી છે.


NIAની તપાસમાં આ મોટી બાબતો બહાર આવી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની વ્યક્તિ હમીદ ગાયક મૂસેવાલાની હત્યા પહેલા દુબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના હથિયાર સપ્લાયર શાહબાઝ અન્સારીને પણ મળ્યો હતો અને તેને બિશ્નોઈના કેનેડા સ્થિત નજીકના ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથેના તેના ગાઢ સંબંધો વિશે જણાવ્યું હતું. NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી શાહબાઝ અંસારી ઘણી વખત દુબઈની મુલાકાતે ગયો હતો અને આ મુલાકાતો દરમિયાન તે પાકિસ્તાની નાગરિક એવા ફૈઝી ખાનના સંપર્કમાં આવ્યો હતો.



 


ફૈઝી ખાન દુબઈમાં હવાલા ઓપરેટર તરીકે કરે છે કામ


એજન્સીનું કહેવું છે કે ફૈઝી ખાન એ વ્યક્તિ છે જેણે શાહબાઝ અંસારીને હામિદ સાથે પરિચય કરાવ્યો હતો. જે હથિયારોની દાણચોરી પણ કરે છે. હામિદે શાહબાઝ અંસારીને માહિતી આપી હતી કે અમે સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એસોલ્ટ રાઈફલ્સ અને અન્ય હથિયારો સપ્લાય કરવાના છીએ. હામિદે કહ્યું કે તે ગોલ્ડી બ્રારના સંપર્કમાં છે અને તેણે તેને ઘણી વખત હથિયારો પૂરા પાડ્યા છે. આ હથિયારોનો ઉપયોગ મુસેવાલાની હત્યામાં થયો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે 29 મેના રોજ પંજાબના માનસામાં મૂઝવાલાની એસોલ્ટ રાઇફલ અને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના એક દિવસ પહેલા પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી.