નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનનુ પુરુ થવામાં હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોનાના સ્થિતિ જોઇએ તો હાલ સંક્રમિતોની સંખ્યા વધીને 9152 સુધી પહોંચી ગઇ છે. જ્યારે મરનારાઓની સંખ્યા 308 પહોંચી છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાએ ભારતમાં ઓછો કેર વર્તાવ્યો છે. 9152 લોકોમાંથી 765 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.



ખાસ વાત છે કે, દેશમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રને થઇ છે. એટલુન જ નહીં દેશમાં લગભગ 90 ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે.



મોતનો આંકડો.....
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ 127 લોકો મોતનો ઘાટ ઉતર્યા છે. બીજા નંબરે મધ્યાપ્રદેશમાં 36 લોકો, બાદમાં ગુજરાતમાં 22, દિલ્હીમાં 19, પંજાબમાં 11, તામિલનાડુમાં 10, તેલંગાણામાં 9, કર્ણાટકામાં 6, આંધ્રપ્રદેશમાં 6, ઉત્તરપ્રદેશમાં 5, પશ્ચિમ બંગાળમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 4, હરિયાણામાં 3, કેરાલામાં 2, ઓડિશામાં, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આસામમાં 1-1નુ મોત થયુ છે.