Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી રહ્યો. આવી સ્થિતિમાં એક પાર્ટીનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. આ પાર્ટીએ ગેંગસ્ટર લૉરેન્સ વિશ્નોઈને ચૂંટણી લડવાની ઓફર કરી છે.


આ પાર્ટીએ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇની સરખામણી શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સાથે કરી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા કાર્યકર્તાઓ અને અધિકારીઓ તેમને જીતાડવાનો પ્રયાસ કરશે.


ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઇને મળી ચૂંટણી લડવાની ઓફર 
લૉરેન્સ બિશ્નોઈને એક રાજકીય પક્ષ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. લૉરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS)એ તેમને આ ઓફર આપી છે. પાર્ટી અધ્યક્ષ સુનીલ શુક્લાએ આ અંગે લૉરેન્સ બિશ્નોઈને પત્ર પણ લખ્યો છે.


યૂબીવીએસના અધ્યક્ષ સુનીલ શુક્લાએ કહી આ વાત 
UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુંબઈ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. લૉરેન્સ બિશ્નોઈની મંજૂરી બાદ વધુ 50 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે." તેમણે વધુમાં કહ્યું કે અમે લૉરેન્સ બિશ્નોઇમાં શહીદ ભગત સિંહને દેખી રહ્યા છીએ. 


લૉરેન્સને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, "અમને ગર્વ છે કે તમે પંજાબમાં જન્મેલા ઉત્તર ભારતીય છો. અમે ઉત્તર ભારતીય વિકાસ સેનાના નામે રાષ્ટ્રીય અને મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ રાજકીય પક્ષ છીએ, જે ઉત્તર ભારતીયોના અધિકારો માટે કામ કરીએ છીએ."


એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં આવ્યું હતુ નામ 
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે. મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. વળી, બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સના ગુનેગારે લીધી છે.


આ પણ વાંચો


Ration Card: રેશન કાર્ડ ધારકો પાસે હવે e-KYC ના બચ્યા આટલા દિવસ, પછી નહીં મળે આ વસ્તુઓ